ડીસા સહિત જિલ્લાભરમાં મહાશિવરાત્રિની ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરાશે
ભગવાન ભોળાનાથની મહિમાને વર્ણતો ઉત્સવ મહાશિવરાત્રી ની ડીસા સહિત જિલ્લાભરમાં ધાર્મિક હષ્ષોલ્લાસ સાથે આજે ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરવામાં આવશે મહા શિવરાત્રી ને લઇ વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોંચી હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના નાદ ગૂંજવશે શિવભક્તો દ્વારા શિવાલયોમાં દૂધ સહિત જળાભિષેક બીલીપત્રો સાથે પૂજન-અર્ચન કરી ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ થશે તો વળી અનેક શિવાલયમાં ભાંગ અને દુધની પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત શિવાલયોમાં લઘુ રુદ્રાભિષેક મહા આરતી ધૂન ભજન સત્સંગ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થશે અને શીવમંદિરોમાં શિવભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવશે ડીસા સહિત જિલ્લાભરમાં અનેક પૌરાણિક શિવમંદિરો આવેલા છે.
જેમાં શિવરાત્રીના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ, હાથીદરા, ગંગેશ્વર, બાલારામ મહાદેવ, બાજોઠીયા મહાદેવ સહિત ડીસામાં આવેલા રિશાલેશ્વર મહાદેવ, રસાણા નજીકનું શિવધામ બનાસ નદી કિનારે આવેલ મહાદેવીયા આ ઉપરાંત અરવલ્લીની ગીરીકંદરાઓમાં આવેલા કોટેશ્વર મહાદેવ મુકેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ તથા સરહદી વિસ્તારમાં આવેલા મુળેશ્વર મહાદેવ કપિલેશ્વર મહાદેવ વાળીનાથ મહાદેવ બુઢેશ્વર મહાદેવ વગેરે અનેક શિવાલયોમાં ભક્તો દર્શને પહોંચશે આ ઉપરાંત અનેક શિવ મંદિરોમાં શિવરાત્રિના ભાતીગળ લોક મેળા ભરાતા હોય છે શિવમંદિરોને શણગારવાની સાથે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શિવરાત્રીના પર્વને લઇ શિવ ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શિવરાત્રી ના પર્વ ને લઇ સકકરીયા અને બટાકાની માંગ; શિવરાત્રી પર્વને લઇ શિવજીની પુજા સાથે ઉપવાસ કરતાં હોય છે અને આ ઉપવાસમાં ફળાહાર તરીકે કંદમૂળનો ઉપયોગ કરતા હોય છે. જેથી કરી ને બજારમાં શિવરાત્રી પર્વ ના પૂર્વે સકકરિયા અને બટાકા જેવા કંદમૂળ ની વિશેષ માંગ જોવા મળી હતી.
ડીસા નજીક બનાસ નદીના કિનારે આવેલ સોનેશ્વર મહાદેવ નો આજે લોકમેળો ભરાશે; ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં બનાસ નદીના કિનારા ઉપર સોનેશ્વર મહાદેવ નું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે શિવરાત્રીનો લોકમેળો ભરાતો હોય છે. જેને લઇ આજે સોનેશ્વર મહાદેવનો આજે લોકમેળો ભરાશે જેમાં ડીસાના નગરજનો સહિત આજુબાજુના ગામોમાંથી લોકો મેળામાં ભાગ લઇ મહાદેવજી દર્શન કરશે આ ઉપરાંત ડીસા પાલનપુર હાઇવે પર શિવધામ રસાણા ખાતે પણ લોકમેળો જામશે.