પાટણ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા શરૂ થઈ છે. જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 3887 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ત્રણ સેશનમાં યોજાશે. ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવી રહી છે.
વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો બાયોલોજીમાં 1383, મેથ્સમાં 582 અને ફિઝિક્સ-કેમેસ્ટ્રીમાં 1922 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાની વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમને બેગ બહાર મૂકવાની સૂચના આપવામાં આવી હતી.