ત્રણ દિવસમાં કુલ 2,829 રોડ ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે 921, 1 નવેમ્બરે 827 અને નવા વર્ષના દિવસે 1,081 કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક 943 કેસ હતા. આ 481 કેસની સામાન્ય સરેરાશથી 96.05% વધારો દર્શાવે છે. સૌથી વધુ ઘટનાઓ ધરાવતા જિલ્લાઓમાં, સરેરાશ 20 કે તેથી વધુ દૈનિક કેસ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નવસારી, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા, કચ્છ અને ખેડાનો સમાવેશ થાય છે. કુલ ઈમર્જન્સીમાં ટકાવારીમાં વધારો બોટાદ, પંચમહાલ, ડાંગ, અરવલ્લી, દાહોદ, જૂનાગઢ અને સાબરકાંઠામાં સૌથી વધુ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ઈમરજન્સીમાં એકંદરે 2.52%નો ઘટાડો જોવા મળ્યો હતો.
માર્ગ અકસ્માતોમાં 39.26%, શારીરિક ઈજાના કેસોમાં 123.81% અને બળીને લગતા કેસો, સૌથી વધુ 28 ઘટનાઓ છે. ત્રણ દિવસમાં કુલ 988 શારીરિક ઈજાના કેસો નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે 323, 1 નવેમ્બરે 381 અને નવા વર્ષના દિવસે 284 કેસ નોંધાયા હતા. આ સરેરાશ 329 દૈનિક કેસ છે, જે સામાન્ય 144 કરતા વધારે છે, જેમાં 128.7% કેસનો વધારો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર અને વડોદરા ટોચના જિલ્લા હતા, દરેક સરેરાશ 10 કે તેથી વધુ દૈનિક કેસ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે.