ઉનાળુ મગફળી ના ભાવો જળવાઇ રહેતા ખેડૂતો પણ ખુશ; બનાસકાંઠા જિલ્લો મગફળી ના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે. જેમાં ડીસા તાલુકામાં ઉનાળુ સિઝનમાં પણ બહોળા પ્રમાણમાં મગફળી નુ વાવેતર થાય છે ત્યારે બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા મગફળીનુ પણ મોટું સેન્ટર બની ગયું છે વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળી નું વાવેતર થાય છે ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં ૨૩૬૭૧ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી માર્કેટયાર્ડોમાં પણ મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે ડીસાના માર્કેટયાર્ડમાં શનિવાર ૧૯૦૨૦ બોરીની આવક થઈ છે. જેમાં ખેડુતોને ઉંચા માં ઉંચો ભાવ ૧૪૦૦ રૂપિયા મળ્યા હતા. જયારે નીચા ભાવ ૧૦૦૦ રૂપિયા રહ્યા હતા. જોકે સરેરાશ મગફળીનો પ્રતિમણ ૧૨૦૦ રૂપિયા ખેડૂતો ને મળ્યા હતા મગફળી ના ભાવો પણ ટકી રહેતાં ખેડૂતવર્ગ માં ખુશાલી જોવા મળી રહી છે.
ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થી ધમધમી ઉઠયું; ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ નો માલની આવક માં નંબર આવે છે જેમાં ડીસા માર્કેટયાર્ડ માં ઉનાળુ સિઝનમાં મગફળી ની દૈનિક ૫૦ હજારથી વધુની આવક થાય જ્યારે ચોમાસુ સીઝનમાં એક લાખથી પણ વધુ બોરીની આવક થતી હોય છે જેમાં અત્યારે મગફળી ની દૈનિક ૨૦ હજારની આવક થઈ રહી છે જે આગામી દિવસોમાં હજુ પણ આવક વધશે.


