લક્કી ડ્રો વિરૂદ્ધ પોલીસની લાલ આંખ છતાં લોભામણા લક્કી ડ્રોનાં આયોજકો બેફિકર

લક્કી ડ્રો વિરૂદ્ધ પોલીસની લાલ આંખ છતાં લોભામણા લક્કી ડ્રોનાં આયોજકો બેફિકર

સરહદી પંથકમાં લક્કી ડ્રોના પોસ્ટરો સોશ્યલ મીડિયામાં વાયરલ; આસ્થાના નામે લોકોની છેતરપીંડીનો ગોરખ ધંધો બંધ કરાવવાની પ્રબળ લોક લાગણી બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લોભામણા લક્કી ડ્રો વિરૂદ્ધ પોલીસ ખુદ ફરિયાદી બની લક્કી ડ્રોનાં આયોજકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે છતાં પણ લક્કી ડ્રોનાં આયોજકો બેફિકર બની ડ્રોનાં આયોજન કરી રહ્યા છે. જિલ્લાના વાવ,થરાદ અને લાખણી વિસ્તારના ગામડાઓમાં હજુ પણ કાયદા વિરૂદ્ધ લક્કી ડ્રો યોજાઈ રહ્યા છે.

થોડા સમય પહેલા થરાદ અને ધાનેરા પોલીસે લક્કી ડ્રોનાં કિંગ મનાતા અશોક માળી અને તેના મળતીયા માણસો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી પરંતુ વાવ- થરાદ- લાખણી તાલુકાના ગામડાઓમાં હજુ પણ લોભામણા લક્કી ડ્રો યોજાઈ રહ્યા છે. જેના પોસ્ટર વિડિયો દ્રારા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ડ્રો યોજાઈ રહ્યો હોવાના દાવા પણ થઈ રહ્યા છે.ત્યારે આવી જાહેરાતો જોઈ લોકો આસ્થાના નામે લોભામણી લાલચમાં ફસાઈ ટિકિટો લઈ રહ્યા છે તો આ બાબતે પોલીસે આવા આયોજકો વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. જેથી કરીને કરોડોનો કાળો કારોબાર અટકાવી શકાય.તેવી લોક લાગણી પ્રવર્તે છે.

વાવ-થરાદ અને લાખણી વિસ્તારમાં ફરી લક્કી ડ્રોનાં આયોજન: લોભામણા લક્કી ડ્રો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થતાં થોડા સમય લક્કી ડ્રોનાં આયોજન બંધ રહ્યા બાદ ફરી વાર લક્કી ડ્રો યોજાઈ રહ્યા છે અને લક્કી ડ્રોની લોભામણી લાલચમાં લોકોને ફસાવવા સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર પણ ચાલુ થઈ ગયો છે.

લક્કી ડ્રોનાં આયોજકો સામે પોલીસ કાર્યવાહી ક્યારે કરશે? જિલ્લામાં લક્કી ડ્રોની લોભામણી લાલચનું દુષણ લાવનાર અશોક માળી સહિત ડ્રોનાં આયોજકો સામે થોડા દિવસની કાર્યવાહી બાદ હાલમાં જાણે મામલો દબાવી દેવામાં આવ્યો હોય એવું જણાઈ રહ્યું છે. તો આ બાબતે જિલ્લા પોલીસ વડા લાલ આંખ કરી ફરી ચાલુ થઈ રહેલા લક્કી ડ્રો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરે એવી લોક માંગ ઉઠી છે.

કાર્યવાહી નહી થાય તો ગૃહ અને આઈટી વિભાગમાં ફરિયાદ કરાશે: પોલીસ કાર્યવાહી કરવા છતાં પણ જો લોભામણા લક્કી ડ્રો યોજાશે તો રાજ્યના ગૃહ વિભાગ અને ઇન્કમ ટેક્ષ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે એવું એક જાગૃત નાગરિકે જણાવી પોલીસ આસ્થાના નામે ભોળા લોકોને જાહેરમાં છેતરતા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *