સિદ્ધપુરમાં સરસ્વતી રિવરફ્રન્ટની ફેઝ-2ની કામગીરી માટે સરકારે 19 કરોડ મંજૂર કર્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.સિદ્ધપુર તીર્થભૂમિમાં આવેલ સરસ્વતી નદીના પટમાં આધુનિકતા અને સૌંદર્યની નવી ઓળખ આપવા ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ 1 કિમીનો રિવરફ્રન્ટ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતીજેમાં પ્રથમ ફેઝમાં રૂ. 20 કરોડના ખર્ચે1 કિલોમીટર લાંબા વિસ્તારમાં જળસંચય અને રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી કરવામાં આવી છે.
હવે આ પ્રાથમિક ધોરણે તૈયાર થયેલ સરસ્વતી રિવરફ્રન્ટ ને આકર્ષક અને સૌંદર્ય સાથે સુવિધા ઉભી કરવા રિવરફ્રન્ટના બીજા તબક્કા ના કામો માટે સરકારે રૂ. 19 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. ફેઝ-2ની મંજૂરીથી સિદ્ધપુરમાં માતૃતીર્થ માટે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે રિવરફ્રન્ટ ઉપર બગીચો, હરવા ફરવા લાયક આકર્ષક રોડ, જેવી બ્યુટીફિકેશનની કામગીરી કરાશે તેવું સુત્રો તરફથી જણાવાયું હતું.

