ડીસાની બનાસ નદી ઉપર માલગઢથી ડોલીવાસને જોડતા નવીન બ્રિજને રાજ્ય સરકારે મઁજુર કર્યો છે. રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે બનાસ નદી પર માલગઢ- ડોલીવાસ- ડીસા શહેરને જોડતા રોડ પર સબમર્શીબલ બ્રિજને મંજૂરી મળવા પામી છે. માલગઢથી – ડોલીવાસ સુધીનો આ બ્રિજ બનતા માલગઢ, કુંપટ, વડાવળ, વિડી, સાંડિયા, સોતમલા, ખેટવા, વાહરા, ડેડોલ અને ઢેઢાલ ગામના નાગરિકોની સુવિધામાં વધારો થશે. આ ગામોના લોકોને ડીસા આવવા માટે આખોલ સર્કલથી ફરીને ડીસા આવવું પડતું હતું પરંતુ આ બ્રિજ બનવાના કારણે લોકોનો સમય બચશે અને ટ્રાફિકથી પણ બચાવ થશે. આમ આ ગામોના લોકોની સુખાકારી માટે તેમજ તેમની મુસાફરીને સુગમ બનાવવા માટે રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ બનાવવાની મંજૂરી આપવા બદલ ડીસાના ધારાસભ્ય પ્રવીણ મળીએ પણ આ બાબતે સૌ ડીસાવાસીઓ વતી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
- April 12, 2025
0
475
Less than a minute
You can share this post!
editor

