ગુંદરીના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભયું મોત નિપજ્યું હતું; દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક હાઇવે પર ડમ્પર ચાલકે ગુંદરી ગામનાં બાઇક ચાલક યુવાનને ટક્કર મારતાં ધટના તેનું સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગુંદરી ગામના રણછોડભાઈ મફાજી ઠાકોર તેમની બાળકી ને પાંથાવાડા દવાખાને સારવાર કરાવીને ઘરે પરત ફરતા હતા તે દરમિયાન ડમ્પર ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા તે નીચે આવી ગયો હતો અને મોતને ભેટ્યો હતો. જોકે સદનસીબે બાઇક પર બેઠેલી બાળકીનો ચમત્કારી રીતે બચાવ થયો હતો, અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અને બેફામ ચલાવતા ડમ્પર ચાલકો સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બનાવની જાણ પોલીસને કરતા પાંથાવાડા પોલીસ પણ તાત્કાલીક દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં બેફામ દોડતાં ડમ્પર ચાલકો સામે તંત્ર તાત્કાલીક કાયૅવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

- April 12, 2025
0
185
Less than a minute
You can share this post!
editor