રવિવારે ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ બધા લોકો બોલેરો કારમાં પૃથ્વીનાથ મંદિરમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા. ઇતિયા થોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા પછી, બોલેરો નહેરમાં પડી ગઈ. અકસ્માત સમયે કારમાં કુલ ૧૫ લોકો હતા. જેમાંથી ૧૧ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટે પણ સૂચનાઓ આપી છે.
અકસ્માતની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. એસપી સાથે ડીએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નહેરમાંથી ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો મોતીગંજ જઈ રહ્યા હતા. બોલેરો કાર ઈટિયાથોકના રેહરા બેલવા બહુતા નહેરમાં પડી ગઈ હતી.

