અમદાવાદ એરપોર્ટ બન્યુ દાણચોરીનું હબ, કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરીને તેની પાસેથી 2.35 કરોડનું 3 કિલો સોનું જપ્ત કર્યુ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. કસ્ટમ્સ અધિકારીઓએ 2.35 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા 3 કિલો સોનાને જપ્ત કર્યો છે. આ સોનું ખાસ રીતે ઇલેક્ટ્રિક મોટરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ ભારતીય નાગરિક તરીકે આપી છે.
કસ્ટમ્સના અધિકારીઓએ જણાવ્યુ કે, આ વર્ષે અત્યાર સુધી 24 વ્યક્તિઓની ધરપકડ કરી તેમને કાનૂની કાર્યવાહી માટે સોંપવામાં આવી છે. વિશેષ એ છે કે, સોનાની દાણચોરી કરતી વ્યક્તિઓ નવા નવા નુસખા અજમાવતી હોય છે, જેના પરિણામે કસ્ટમ્સ વિભાગએ વધુ સાવચેતી જાળવી છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, તે શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને કોઈપણ અપ્રસંગિક અથવા શંકાસ્પદ ચાલને નોંધીને તરત કાર્યવાહી કરે છે. સોનાની દાણચોરી કરનારાઓ નવા નવા તરકીબો અજમાવતા હોવાથી કસ્ટમ વિભાગ સતર્ક રહેવું પડે છે. અધિકારીઓ શંકાસ્પદ મુસાફરો પર નજર રાખીને દાણચોરી અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે.