ઇડરના ચિત્રોડા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ; ૧૧.૩૬ લાખના ગાંજો સાથે બે આરોપીની અટકાયત

ઇડરના ચિત્રોડા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ; ૧૧.૩૬ લાખના ગાંજો સાથે બે આરોપીની અટકાયત

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં જાદર પોલીસે મોટી કામગીરી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રોડા ગામ નજીક વાળીનાથ મંદિર પાસેના બાજરીના ખેતરમાંથી ૧૧.૩૬ લાખની કિંમતનો ૧૧૨ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયભાઈ છબાભાઈ ભરવાડ (૩૨ વર્ષ) અને ત્રિપાઠી વ્રજબિહારી ચોબે (૫૫ વર્ષ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ ચિત્રોડામાં રહે છે.

જાદર પોલીસના તપાસ દરમિયાન ખેતરમાંથી ૧૪૭ લીલા ગાંજાના છોડ અને ૧.૫૬૦ કિલોગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. લીલા છોડની કિંમત ૧૧.૨૧ લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગ્દડ્ઢઁજી એક્ટની કલમ ૮(ઝ્ર), ૨૦(૨)(ઝ્ર), ૨૯ અને ૫૨(છ) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને ઇડરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને ૧૧ જુલાઈ ૨૦૨૫ની સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઇડર પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, આ કેસની વધુ તપાસ ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસ આ ગાંજાની ખેતી પાછળનું નેટવર્ક શોધવા કાર્યવાહી કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *