પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઇસબી પુરા પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ સફાઈના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલીને એક જીપે પાછળથી ટક્કર મારતાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં એક 8 વર્ષનું બાળક અને એક આધેડનો સમાવેશ થાય છે. આ શ્રમિકો રોડ સફાઈનું કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.

- February 8, 2025
0
171
Less than a minute
You can share this post!
editor