એલસીબી પોલીસે ૬૬૦ બોટલો કિં.રૂ.૨,૯૨,૭૪૪નો વિદેશી દારૂના જથ્થા સાથે થ્રેસર પકડી કાયૅવાહી હાથ ધરી
પાટણ એલસીબી પોલીસે રાધનપુર હાઈવે પરથી બાતમી ના આધારે પેટ્રોલિંગ દરમ્યાન ટ્રેક્ટરના થ્રેસરમાં ગુપ્તખાનુ બનાવી વિદેશી દારૂની હેરાફેરી નો પદૉફાસ કરી કુલ ૬૬૦ બોટલો કિં.રૂ.૨,૯૨,૭૪૪ ના વિદેશી દારૂના જથ્થા સાથે થ્રેસર અને રાજસ્થાન ના એક શખ્સને પકડી ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સહિતનાઓ સામે રાધનપુર પોલીસ મથકે ગુનો નોધાવી આગળ ની કાયૅવાહી રાધનપુર પોલીસ ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક નંબર વગરના લાલ તથા સફેદ કલરના પટ્ટાવાળા સ્વરાજ ટ્રેક્ટરમાં પાછળ વાદળી કલરનું થ્રેસર લગાવેલ છે જે થ્રેસરમાં ગુપ્તખાનુ બનાવી તેમાં ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરી એક ઇસમ રાધનપુર થી સમી તરફ જનાર છે. જે હકીકત આધારે ટીમે રાધનપુર રાપરિયા હનુમાન મંદીર નજીક નાકાબંધી કરી હકીકતવાળા ટ્રેક્ટર-થ્રેસરને ચેક કરતાં સદરી થ્રેસરમાં ગુપ્તખાનું બનાવેલ હોઇ તેમાંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ ૬૬૦ કિં.રૂ.૨,૯૨,૭૪૪તથા નંબર વગરનું સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર કિં.રૂ.૫,૦૦,૦૦૦, થ્રેસર કિં.રૂ.૧,૦૦,૦૦૦, તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ કિં.રૂ.૮,૯૭,૭૪૪ ના મુદામાલ સાથે ચુનારામ નરસિંગારામ જાટ રહે.કંકરાલા તા.સેડવા જી.બાડમેર રાજસ્થાનની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા બિશ્નોઇ(સારણ)કમલેશ ઉર્ફે ઇરો ભાંખરારામ રહે.ચિતલવાણા જી.ઝાલોર રાજસ્થાન અને બિશ્નોઇ(ગોદારા) વિકાસ ઉર્ફે ખુશીયો હીડમલરામ રહે.ચિતલવાણા જી.ઝાલોર રાજસ્થાન વાળા સામે રાધનપુર પોલીસ મથકે ગુનો નોધાવી આગળ ની તપાસ રાધનપુર પોલીસ ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.