ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર અવારનવાર ટ્રાફીક ચક્કાજામ

ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર અવારનવાર ટ્રાફીક ચક્કાજામ

સર્કલ ઉપર ચોમેર દબાણ સાથે ઇકો ગાડીઓનો પણ ખડકલો; બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાના હાર્દ સમા જલારામ મંદિર સર્કલ, સરદાર બાગ પાસે, ફુવારા નજીક, જુના શાકમાર્કેટ, ગાંધીજીના બાવલા પાસે વગેરે જગ્યાઓએ રોજીંદો ટ્રાફિક ચક્કાજામ જોવા મળે છે. જેનાથી અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે. તેથી ટ્રાફીક નિયમનની ફરજ બજાવતા જવાનોની કામગીરી સામે અણિયાળા સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે શહેરના રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર પણ ઇકો ગાડીઓનો અડીંગો જોવા મળી રહ્યો છે. વધુમાં આ સર્કલ ઉપર ચારે બાજુએથી અડચણ રૂપ દબાણો જોવા મળી રહ્યા છે. તેથી આખો દિવસ વાહનોની અવરજવરથી ધમધમતા આ સર્કલ ઉપર પણ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો રોજીંદા બનવા લાગ્યા છે.જે ટ્રાફિક જામના કારણે અન્ય વાહન ચાલકો સાથે લોકો પણ તોબા પોકારી ઊઠે છે.તેમ છતાં પોલીસ જવાનો દૂર ઉભા રહી માત્ર તમાશો નિહાળે છે.

આ બાબતે મિડિયા દ્વારા અવારનવાર પોલીસ તંત્રનું ધ્યાન દોરવા છતાં હપ્તાના હડમાલા કે અન્ય કારણોસર આ ટ્રાફિક કે રોડને નડતરરૂપ દબાણો હટાવવા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેથી પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જાય છે. જેના પગલે ઇકો ગાડીઓના ખડકલાને લઈ કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ? તેવો સ્થાનિક રહોશોમાં સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *