ઠંડી જામી : ડીસામાં તાપમાનનો પારો વધુ દોઢ ડિગ્રી ગગડતાં ઠંડીની તીવ્ર અસર

ઠંડી જામી : ડીસામાં તાપમાનનો પારો વધુ દોઢ ડિગ્રી ગગડતાં ઠંડીની તીવ્ર અસર

ડીસામાં આ સીઝનમાં સૌથી નીચું તાપમાન ૧૨.૪ ડિગ્રી સાથે શીત લહેર પ્રસરી

વર્ષ ૨૦૨૦ ના ડીસેમ્બરમાં છેલ્લા દસ વર્ષનું સૌથી નીચું તાપમાન 29 ડિસેમ્બરે 6.6 ડીગ્રી નોંધાયું હતું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના પગલે મેદાની વિસ્તારો સહિત ગુજરાતમાં ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થયો છે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન માં વધધટ જોવા મળી રહી હતી પરંતુ ફરી એકવાર ઉત્તર કાશ્મીર સહિત ની પર્વતમાળાઓ માં હીમવર્ષા ના પગલે બર્ફિલા પવનોને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ રહી છે જિલ્લામાં એકાએક ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી ઠંડીનો પારો બે દિવસમાં બે ડીગ્રી ઘટતા કાતિલ ઠંડી અનુભવ થઈ રહ્યો છે.

આ વર્ષે પ્રથમવાર જિલ્લાનું તાપમાન ન્યુનત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોધાયુ જે હજુ આગામી દિવસોમાં પણ ધટાડો થાય તેવી સંભાવના પણ રહેલી છે રવિવારે પણ તાપમાનનો પારો વધુ દોઢ ડીગ્રી ધટતા નાગરિકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સહીત તાપણા નો સહારો લેવો પડી રહ્યો છે હવામાન નિષ્ણાતોના મતે હજુ આગામી સમયમાં પણ હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે જેથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડવેવ સાથે કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

ખેતી ના પાકો શિયાળુ વાતાવરણ હવે અનુકૂળ બની રહ્યું છે : ખેડૂતો આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ખેતીના પાક માટે વાતાવરણ ખુબજ જરૂરી હોય છે જેમકે 100 દવા ની સામે ૧ હવા ખુબજ ઉપયોગી બની શકે છે થોડાક દિવસો અગાઉ બદલાયેલા વાતાવરણ વચ્ચે ખેડૂતોએ ખેતીના પાક બચાવવા માટે દવાનો છંટકાવ શરૂ કર્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં સુધારો થતા અને ઠંડીનું પ્રમાણ વધતા ખેતીના પાક માટે ખૂબ જ અનુકૂળ બની રહી છે.

શિયાળુ સિઝનમાં અત્યાર સુધીની સૌથી નીચુ તાપમાન રવિવારે નોંધાયું: શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી ૮ ડિસેમ્બર ને રવિવારે સીઝન નું સૌથી નીચું તાપમાન ૧૨.૪.ડિગ્રી નોંધાયુ છે આ પહેલા ૩૦ નવેમ્બર ના રોજ ૧૩.૫ ડિગ્રી જેટલું નીચું તાપમાન જોવા મળ્યું હતું પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતાં તાપમાનનો પારો સતત ઉચકાયો રહ્યો હતો.

subscriber

Related Articles