સતલાસણા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો: ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યો

સતલાસણા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો: ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યો

હાલ ધરોઈડેમ ખાતે ૬૧૭ ફૂટની સપાટી પર પહોંચી ગઈ હોય જુલાઈ મહિનામાં ૬૧૮ફૂટ રૂલ લેવલ રાખવા નું થતું હોય એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ધરોઈ ડેમમાં હાલ પાણી આવક ૪૬૦૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ વર્ષે ચોમાસુ સારું એવું બેઠું છે જેના લીધે સતલાસણા તાલુકામાં સારો એવો નોંધપાત્ર વરસાદ થયો છે પરંતુ ગતરોજ ભારે વરસાદના લીધે સમગ્ર પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાસ થતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેવામાં ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો ૮૦.૫૩% (સપાટી-૧૮૮.૦૦ મીટર/૬૧૬.૭૯ ફુટ) નોંધાયેલ છે. હાલમાં સાબરમતી જળાશય યોજનામાં ૪૬૧૧૦ ક્યુસેકની પાણીની આવક છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રૂલ લેવલ ૬૧૮ ફુટ (૧૮૮.૩૬૬ મીટર) છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાના સ્રાવક્ષેત્રમાં સારો વરસાદ થાય તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક ઉપર જણાવ્યા મુજબની રહે તો ધરોઇ ડેમના દરવાજા આવનારા સમયમાં ખોલવાની જરૂર જણાય તેમ છે.

જેથી સાબરમતી નદીમાં ધરોઇ બંધની હેઠવાસમાં નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થવાની શક્યતા રહેલી છે. હાલમાં ધરોઇ ડેમ અલેર્ટ સ્ટેજ પર હોઇ, હાલની પાણીની આવક યથાવત રહેતા આગામી ૩-૪ કલાક બાદ નદીમાં પાણી છોડવાની સંભાવના રહેલ છે, જેથી ધરોઇ ડેમના હેઠવાસમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં ડીઝાસ્ટર મેનેજમેંટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *