પાલનપુરમાં વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાલનપુરમાં વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠાના પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને મફતપુરા, જુના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે, કીર્તિસ્થંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે, મફતપુરામાં પાણી ભરાવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, મફતપુરા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે, અમુક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ભરાયા છે, મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી-પાણી થઈ ગયું છે. તો પાલનપુરમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવાર સુધી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાલનપુરમાં ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલ પાણી ભરાયા છે, સિવિલના ટ્રોમા સેન્ટર આગળ પાણી ભરાયા છે, તો પાણી ભરાતા દર્દીઓ અને તેમના સગા મુશ્કેલીમાં મૂકાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *