બનાસકાંઠા સરહદને અડીને આવેલા સાંચોરના કુંડામાં વિજળી પડતાં ચાર ભેંસોના ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠા સરહદને અડીને આવેલા સાંચોરના કુંડામાં વિજળી પડતાં ચાર ભેંસોના ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલા રાજસ્થાનના સાંચોરના કુડા ગામમાં વીજળી પડવાને કારણે ખેડૂત પરિવારની ચાર ભેંસોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી ખેડૂત પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું આ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળી પશુઓ પર પડતા ચાર ભેંસોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ભેંસો ખેડૂત પરિવાર માટે આવકનું મુખ્ય સાધન હતી. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ખેડૂત પરિવારને દિલાસો આપ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર કુદરતી આફતોની ગંભીરતા દર્શાવી હતી. ખેડૂતો માટે પશુધન એ તેમનું જીવનનિર્વાહનું મુખ્ય આધાર હોય છે અને આવા સમયે આ પ્રકારની ઘટનાઓ તેમનું જીવન વધુ મુશ્કેલ બનાવતી હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *