કતારોમાં ઊભા રહેવા મજબૂર : યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી

કતારોમાં ઊભા રહેવા મજબૂર : યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી

દાંતા તાલુકાના મંડાલી ગામમાં યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઠંડીમાં સવારે 6 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિ વસવાટ કરે છે. અહીંના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને પોતાની આજીવિકા ચલાવવા માટે નાની-મોટી ખેતી કરે છે.

પાર્થ એગ્રો સીડ્સના સંચાલક મણિભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, છેલ્લા 10-15 દિવસથી ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. એક ગાડીમાં માત્ર 500 કટ્ટા ખાતર આવે છે, જ્યારે માગ હજારો ખેડૂતોની છે. વળી, ખાતરની ગાડી 10 દિવસે આવતી હોવાથી સ્થિતિ વધુ વણસી છે. તાલુકામાં સિંચાઈના પાણીની અછત વચ્ચે ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર છે. હવે ખાતરની અછતે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. મોટાભાગના ખેડૂતો નિરાશ થઈને પાછા ફરે છે, જે તેમની ખેતી માટે ચિંતાજનક સ્થિતિ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *