છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રી થી આકાશમાંથી અગનગોળા છુટતા લોકો તોબા પોકારી ઊઠયા

છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રી થી આકાશમાંથી અગનગોળા છુટતા લોકો તોબા પોકારી ઊઠયા

ગરમીની કહેર વચ્ચે ઠંડી વસ્તુઓની માંગ વધી શેરડી ના કોલાઓ ધમધમ્યા; એપ્રિલ ની શરૂઆત માં તાપમાનનો પારો ઉંચકાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગ આંકતી ગરમી પડી રહી છે. ચાલુ સિઝનમાં ડીસા શહેર સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો છે. ૯ એપ્રિલ સુધી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રીની આસપાસ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વધતા જતા તાપમાન અને હિટવેવની સ્થિતિને જોતા પંજા અને પશુ પક્ષીઓના આરોગ્ય માટે ખતરા સમાન છે.

આગામી થોડા દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી હવામાન સૂકુ રહેવા લાગ્યું છે. દર કલાકે આઠ થી દશ કિ.મી. આસપાસની ઝડપે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોએ વાતાવરણને વધુ ગરમ બનાવ્યું છે જેથી કેટલાક વિસ્તારોમાં લુની પણ અસર જોવા મળી રહી છે ચામડી દાજે તેવી ગરમી પડવા લાગતા જનજીવનને પણ ભારે અસર જોવા મળી રહી છે અને બપોરના સમયે માર્ગો પણ સુમસામ થવા લાગ્યા છે.

છેલ્લા પાંચ દિવસ નું નોંધાયેલું મહત્તમ તાપમાન

તારીખ       મહત્તમ તાપમાન

૫ એપ્રિલ.      ૪૨.૮

૬ એપ્રિલ.     ૪૩.૩

૭ એપ્રિલ.     ૪૩.૨

૮ એપ્રિલ      ૪૩.૧

૯ એપ્રિલ.      ૪૩.૬

ગરમીના કારણે લોકોને બિનજરૂરી બહાર જવાનું ટાળવું : નિષ્ણાતો, આ અંગે કેટલાક નિષ્ણાતોના મતે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ જેમાં ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને સગર્ભાઓ ને ખાસ તકેદારી રાખવી જોઈએ પૂરતા પ્રમાણમાં પ્રવાહી નો ઉપયોગ કરવા ની સલાહ છે.

બે દિવસ પછી ગરમી માંથી થોડી રાહત મળી શકે છે : હવામાન અધિકારી, આ અંગે ડીસા હવામાન વિભાગના અધિકારી કે.ડી રબારી એ જણાવ્યું હતું કે હાલમાં પવનની દિશા ઉત્તર થી ઉત્તર પશ્ચિમ છે. ઉત્તરે રાજસ્થાનનું રણ આવેલું છે.એટલે કે રાજસ્થાનના રણ પ્રદેશ પરથી ગરમ અને સૂકા પવનો(ભેજ વગરના) ફુકાવા ને કારણે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે પરંતુ બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાવવા ની શક્યતાઓ રહેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *