સમૂહ લગ્ન મા જોડાનાર 22 યુગલો ને 55 થી વધુ ચીજવસ્તુઓ ની ભેટ અર્પણ કરાશે; પાટણ મુસ્લિમ સમાજના સેવાભાવી યુવા અગ્રણી મહેબૂબખાન છોટેખાન બલોચ પરિવાર દ્વારા સૌ પ્રથમ વાર સમસ્ત મુસ્લિમ સમાજના સમુહ લગ્ન નું તા.13 મી એપ્રિલ 2025 ને રવિવારે શહેરના ઈદગાહ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત મુસ્લિમ સમાજ મા સૌ પ્રથમ વખત એક જ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં પાટણ સહિત અન્ય શહેરો મા રહેતા મુસ્લિમ સમાજના 22 દુલ્હા- દુલ્હનો ને મૌલાના ઈમરાન સાહબ પટ્ટની સહિત રાજકીય,સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવશે. તો સમૂહ લગ્નમા જોડાનાર તમામ યુગલો ને સેટી પલગ થી લઈને તિજોરી કબાટ સુધીની 55 થી વધુ ભેટ સોગાદો સમૂહ લગ્ન ના આયોજક મહેબૂબ ખાન બલોચ પરિવાર દ્ધારા ભેટ ધરવામાં આવશે. પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ ના એક જ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન ને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના સભ્યો સહિત મુસ્લિમ સમાજ ના વિવિધ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું શનિવારે ઈદગાહ ખાતે બોવાવેલ પ્રેસ મિટીંગમા આયોજકોએ માહિતી પ્રદાન કરીહતી.