પાટણ પંથકમાં યુરિયા ખાતરની અછત થી ખેડૂતો પરેશાન

પાટણ પંથકમાં યુરિયા ખાતરની અછત થી ખેડૂતો પરેશાન

ખાતરની અછતને પહોંચી વળવા સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી; પાટણ જિલ્લાના વડા મથક પાટણ શહેરમાં ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં અછત ઉભી થવા પામી હોય જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ બાજરી અને જુવાર ના પાક ને જોઇએ તેટલા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડુતો ખાતર મેળવવા રઝળપાટ કરી રહ્યા તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પુરતાં પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માંગ ઉઠવા પામી છે.

પાટણ પંથકના ખેડૂતોને પોતાના ગામડાની મંડળીઓમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ખેડૂતો પાટણ શહેર તરફ દોટ મૂકે છે પણ પાટણ શહેરમાં આવેલ તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ,નર્મદા ડેપો, સરદાર ડેપો જેવા અલગ અલગ ડેપો ઉપર અને અન્ય ખાતરોની દુકાનો ઉપર પણ ખાતરની અછત હોવાના કારણે ખેડૂતને આખો દિવસ બગાડી આર્થિક બોજ સહન કરી વિલા મોઢે ઘરે પરત ફરવું પડે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પુરતાં પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતને જરૂરિયાત પૂરતો જથ્થો ન ફાળવતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ દ્રારા આક્ષેપો કર્યા છે. પાટણ તાલુકા સહકારી સંઘમાં સોમવારે યુરિયા ખાતરની એક ગાડીમાં 1340 બોરી ખાતર આવેલ જે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગતાં દરેક ખેડૂતને ફકત પાંચ થેલી ખાતરની વિતરણ કરવામાં આવી હોય જેને લઈને ખેડૂતો એ પોતાની હૈયાવરાળ વ્યક્ત કરી પુરતાં પ્રમાણમાં ખાતરનો જથ્થો મળે તેવી માંગ કરી હતી.

પાટણ જિલ્લામાં હાલમાં ખેડૂતો એ બાજરી અને જુવારનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હોવાથી યુરિયાની જરૂરિયાત ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણ પડે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોને સરળતાથી પુરતાં પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *