પાટણ ધારાસભ્ય સહિત કોગ્રેસના આગેવાનો એ નમૅદાના નીરના વધામણા કરી રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો; પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેતી પવિત્ર અને ઐતિહાસિક સરસ્વતી નદીમાં નમૅદાના નીર વહેવડાવવા માટે પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ દ્રારા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં તેમજ પાણી પુરવઠા મંત્રી ને રૂબરૂ મળી મૌખિક રજુઆત કરી હતી.
પાટણ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને કરાયેલી લેખિત રજૂઆત મા તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેતી પવિત્ર અને ઐતિહાસિક સરસ્વતી નદી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ નદી મા નમૅદા નદીનાં નિરીક્ષણ વહી જતાં પાણીને સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી નદીમાં નાખવામાં આવે તો ઉત્તર ગુજરતાના ખેડુતોને ફાયદો થાય અને પાણીના તળ પણ ઉંચા આવે અને બોરિંગમાં પાણી મળશે અને ખેતી માટે પણ લાભદાયક રહેશે. સાથે સાથે નદીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહાત્મ્ય પણ જળવાઈ રહેશે. હાલ શ્રાવણ માસનો પવિત્ર અવસર ચાલી રહ્યો છે. સરસ્વતી નદીમાં સ્નાન કરવાનો લોકો લાભ લઇ શકે અને આગામી તહેવારોમાં પવિત્ર અને સાંસ્કૃતિક એવી સરસ્વતી નદીનું મહત્વ પણ સચવાઇ રહે તે માટે સરસ્વતી નદી મા નમૅદાના પાણી વહેવડાવવા માટે તેઓએ રજુઆત કરી હતી.
પાટણ ના ધારાસભ્યની રજુઆત ને ધ્યાનમાં રાખીને રાજયના મુખ્યમંત્રી દ્રારા બુધવારે પાટણની સરસ્વતી નદીમા સુજલામ સુફલામ કેનાલ મારફતે નમૅદાના નીર વહેતાં કરતા પાટણ ધારાસભ્ય સહિત કોગ્રેસના આગેવાનો એ નમૅદાના નીરના વધામણા કરી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સહિત રાજય સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

