FMCG, ફ્રેન્ચાઇઝી કિંગ બનીને કૌભાંડ કરનાર નીરવ મુકેશ શર્માની ધરપકડ કરતી ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ


(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ વિભાગની પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં, બંકાઇ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે.
આ કેસ બાબતે મળતી માહિતી મુજબ ફરિયાદી રીતેશ જે. ભટ્ટ ની કંપનીના માલિક બંકિમ બ્રહ્મભટ્ટને પોતાની કંપનીમાં 120 કરોડનું રેવન્યુ પ્રોજેક્શન આપી 30% નફો થવાની વાત કરી ભરોસો અને વિશ્વાસ આપી અલગ અલગ કરારો કરી કંપનીના રોજિંદા કામકાજ ચલાવવા માટે ઉત્પાદન નવીનતા કાચા માલનું સોર્સિંગ ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ વેચાણ અને સપ્લાય ચીન મેનેજમેન્ટ નાણાકીય મંજૂરી નિયંત્રણ અને કંપનીના તમામ ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે તેની ખાતરી કરવા અને કંપની એકંદરે વિકાસને આગળ વધારવાની જવાબદારી સોંપવામાં આવેલ પ્રોડક્ટ બનાવવા માટે કાચો માલ એટલે કે રો મટીરીયલ ખરીદવા માટે કંપનીના પ્રોજેક્શનને આપેલ મંજૂરી મેળવી સને-૦૪/૨૦૨૩ થી ૦૮/૨૦૨૪ દરમિયાન આર.જે ટ્રેડિંગ બાપુનગર (અમદાવાદ) પાસેથી રૂપિયા ૮૩,૨૭,૪૬૧ ની કિંમત નું રો મટીરીયલ ફરિયાદીની કંપનીમાં રૂપિયા ૩,૬૫,૨૮,૨૫૫ નું ખરીદેલ હોવાનું બતાવી રૂપિયા ૨,૮૨,૦૦,૭૯૪ ની ઉચાપત કરી કંપનીના ડિરેક્ટર તરીકે ફરિયાદીની કંપનીના ગ્રુપ સાથે વિશ્વાસઘાત કરેલ જે બાબતે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસ દ્વારા સધન તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ શાહ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ સી ઈશરાણી તથા સી.આઈ. સેલના અધિકારીઓ દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે નાસ્તા-ફરતા આરોપીઓ ની ખબર મળતાજ પોલીસની ટીમ એકશનમાં આવી અને ભરૂચથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

આરોપીઓ ની વિગત:-
૧- નીરવ મુકેશકુમાર શર્મા

૨- જ્યોતિબેન નીરવ શર્મા

૩- જયશ્રીબેન મુકેશકુમાર શર્મા



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *