ભીલડી નજીક ગેરકાયદે ખનિજ ચોરી જતાં પાંચ ડમ્પર ઝડપાયા

ભીલડી નજીક ગેરકાયદે ખનિજ ચોરી જતાં પાંચ ડમ્પર ઝડપાયા

બનાસ નદી પટમાં રેતી ખનનનો ધિકતો કારોબાર સામે ખનિજ વિભાગની લાલ આંખ

ભૂસ્તર તંત્રએ દોઢેક કરોડના ડમ્પર કબજે લઈ વાહન માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી; બનાસકાંઠા જિલ્લામાં અનધિકૃત ખનિજ ભરી જતાં શખ્સો સામે પાલનપુર ભૂસ્તર તંત્રએ લાલ આંખ કરી છે. આજે સવારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર સહિતનાની ટીમે પૂર્વબાતમીના આધારે વોચ ગોઠવીને સોયલા ફાટક નજીકથી રોયલ્ટી પરમીટ વગર રેતી ભરી જતાં પાંચ ડમ્પરને ઝડપી લીધાં હતા.

બનાસ નદી રેતી-ખનિજ ચોરી જતાં માફિયા શખસો માટે આશીર્વાદ રૂપ નીવડી છે. છત્રાલા- અરણીવાડા નદી કાંઠા પર રોયલ્ટી પાસ વગર બિન્ધાસ્તપણે રેતી ખનનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે.ભૂસ્તર તંત્રની ટીમે પૂર્વબાતમીના આધારે છાપો આજે રવિવારે સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ તરફ કોઈપણ પ્રકારના રોયલ્ટી પરવાના વગર અનિધકૃતરીતે રેતી ભરી જતાં પાંચ ડમ્પર ટ્રેકને ઝડપી લીધાં હતા. જે તમામંડમ્પર ગાડીઓ ખાણ ખનિજ અધિકારીઓએ જપ્ત કરીને ભીલડી પોલીસ સ્ટેશન ખાતે મુકાવી દીધી હોવાનું રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.એચ.નંદાણિયાએ જણાવ્યું હતુ.

 

તેમના જણાવ્યા મુજબ રૂ.૧.૫૦ કરોડના પાંચ ડમ્પર ટ્રકનો મુદ્દામાલ જપ્ત કરી તેના વાહન મલિકે સત્મક કાર્યવાદી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખનિજ માફિયા શખસો દ્વારા ડીસા તાલુકાના વડાવળ, સણથ, છત્રાલા, અરણીવાડા ગામની નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરવામાં આવતી હોવાની અને ઓવરલોડ ખનિજ ભરીને રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં ઠલવાઈ રહ્યું છે. જેને લઈને ભુસ્તરશાસ્ત્રી દ્વારા અવારનવાર રોયલ્ટી વગરના ડમ્પર ટ્રકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *