સમૂહ રક્ષાબંધન પૂર્વમાં સમાજના ભાઈઓએ બહેનોના હાથે રાખડી બંધાવી રક્ષાબંધન પૂર્વને દિપાવ્યો શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પાટણ અને પ્રજાપતિ સમાજની બહેનોના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ વખત શ્રી પદ્મનાભ ભગવાન મંદિર અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસર ખાતે શુક્રવાર ના પવિત્ર દિવસે ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની સમૂહમાં ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધન દિવસના પૂર્વે આયોજિત આ સમૂહ રક્ષાબંધન કાર્યક્રમમાં સહભાગી બનનાર સમાજના દરેક ભાઈ- બહેનો ને રાખડી સહિત ની પુજા સામગ્રી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજની સેવાભાવી બહેનો દ્વારા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી. શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસરમાં આયોજિત આ ભાઈ-બહેનના પવિત્ર પર્વની ઉજવણીમાં સૌ પ્રજાપતિ પરિવારના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ઉપસ્થિત દરેક ભાઈઓને સમાજની મહિલા મંડળની બહેનોના હાથે કુમકુમ તિલક કરાવી રાખડી બંધાવી મો મીઠું કરાવામાં આવ્યું હતું. આ સમૂહ રક્ષાબંધન કાર્યક્રમ પૂર્વે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રી સમેળા માતાજીની પુજા- અચૅના કરી સમાજના દરેક ભાઈઓ- બહેનોના પરિવારમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના વ્યકત કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પાટણ અને પ્રજાપતિ સમાજના મહિલા મંડળની બહેનો દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત આ સમૂહ રક્ષાબંધનના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત સમાજના મહિલા મંડળની બહેનો સાથે સમાજ આગેવાનો, યુવાનોએ જહેમત ઉઠાવી શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં વૃક્ષારોપણ કરી પ્રસંગ ને યાદગાર બનાવ્યો હતો.

