૪૫ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાયો: ઊંઝા શહેરમાં આવેલ ત્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેક્સીનેશન આપવાની શરુઆત જીમખાના મેદાન ખાતેથી શરૂ કરવામા આવી છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ લેવા મોટી સંખ્યામાં શહેરની દિકરીઓ ઉમટી હતી. જેમાં અંદાજીત ૮૫૦ જેટલી દીકરીઓએ રસી લીઘી હતી. ઊંઝા શહેરમાં આવેલ ત્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઊંઝા શહેરનો સહુથી મોટો આરોગ્યલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઊંઝા શહેરની ૧૮ વર્ષથી નાની તમામ દિકરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે વેક્સીનેશન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આજે સવારે ૯ કલાકથી જીમખાના મેદાન ખાતે વેક્સીનેશન પ્રોજેક્ટ અંતર્ગત દીકરીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
જેમાં અંદાજીત ૮૫૦ દિકરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રસીની બજાર કિંમત રૂપિયા ૬૦૦૦ હોવાનુ મનાય છે. જે આજે વિનામૂલ્યે આપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રિપલએ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો ખડેપગે આપી હતી. ૪૫ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.