શાળાનો પહેલો દિવસ:નવસારી જિલ્લાની ખાનગી-સરકારી 747 શાળામાં 75535 વિદ્યાર્થીઓ હાજર, 27901 ગેરહાજર રહ્યા
દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ આજથી બીજા સત્ર માટે શાળાઓ ઊઘડી છે.જેમાં વિધાર્થીઓએ હોંશે હોંશે શાળાએ જઈ પોતાનો અભ્યાસ ક્રમમાં જોતરાયા છે,નવસારી જિલ્લાની સરકારી અને ખાનગી મળીને કુલ 747 શાળાઓમાં 75535 વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે, તો 27901 ગેરહાજર રહ્યા છે.આજથી શરૂ થતાં સત્ર માત્ર વિદ્યાર્થીઓ ઉત્સાહ બતાવ્યો હતો.
તાલુકાઓની શાળાઓનો સંખ્યામાં પર નજર કરીએ તો ગણદેવી તાલુકામાં 6922 વિદ્યાર્થી હાજર,3330 ગેરહાજર,ચીખલી 10329 હાજર તો 4520 ગેરહાજર,ખેરગામ 3282 હાજર તો 1154 ગેરહાજર,નવસારી 4430 હાજર તો 2592 ગેરહાજર,વાંસદા 12430 હાજર તો 4091 ગેરહાજર,જલાલપોર 4026 હાજર તો 2847 ગેરહાજર રહ્યા હતા.