ડીસાની જે.ડી મેમણ પ્રાથમિક શાળા આગળ કચરાના ઢગલાં સફાઈ ન થતાં રોગચાળો ફેલાવાનો ભય

ડીસાની જે.ડી મેમણ પ્રાથમિક શાળા આગળ કચરાના ઢગલાં સફાઈ ન થતાં રોગચાળો ફેલાવાનો ભય

ડીસા નગરપાલિકા સ્વચ્છ ડીસાની વાતો કરે છે ત્યારે ડીસા વોર્ડ.નં.૧૧ માં આવેલ જે.ડી મેમણ પ્રાથમિક  શાળા તથા ઇક્રરા માધ્યમિક શાળા આગળ છેલ્લા એક મહિનાથી સફાઈ ન થતાં કચરાના ઢગ ને લીધે બાળકોમાં રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે.

ડીસા નગરપાલિકા સમગ્ર ગુજરાત માં સફાઈ માં છઠો ક્રમ આવેલ છે જ્યારે ડીસામાં જ્યાં દેખો ત્યાં કચરાના ઢગ ખડકાયેલા નજરે પડે છે. ડીસા નગરપાલિકા દ્વારા સફાઈ ના નામે દરરોજ ૯૨ હજાર ચૂકવાય છે જ્યારે સફાઈ ન થતાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શાળા માં ૪૦૦ બાળકો અભ્યાસ કરે છે દરરોજ કચરામાં થી પસાર થઈ ને શાળામાં જવું પડે છે દુર્ગંધ ને લીધે મોઢા પર રૂમાલ બાધી ને જવું પડે છે આ અંગે શાળાના પ્રમુખ એ જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી સફાઈ થતી ન થી આ અંગે નગરપાલિકા માં જાણ કરી પરંતુ હોતી હૈ ચાલતી હૈ ની નીતિ અપનાવતા લોકો માં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નવીન આવેલ ચીફ ઓફિસર તાત્કાલિક મુલાકાત લઈ સફાઈ કરાવી બાળકો ને રોગ ના ભરડા માંથી બચાવે તેવી જન માંગ છે વળી આ સોસાયટી વોર્ડ.નં.૯ તથા વોર્ડ. નં ૧૧ એમ બે ભાગ માં વેચાયેલી હોવાથી સફાઈ મુકરદમ એક બીજા પર ઢોળી સફાઈ ન કરતા હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *