પાટણ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા વિસ્તારની ગંદકી દુર કરાવી દવાનો છંટકાવ કરાવે તેવી માંગ ઉઠી
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકા સત્તાધિશોને માર્મિક ટકોર સાથે રજૂઆત કરાઈ; પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો અવારનવાર કરવામાં આવતા હોવા છતાં શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા કરાતા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો માત્ર ને માત્ર ફોટો સેશન બની રહ્યા હોય તેઓ ગણગણાટ શહેરીજનોમાં ઊઠવા પામ્યો છે.
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવેના બીજા ઘરનાળા પાસે નવજીવન સોસાયટીની બાજુમાં દિવાળીના સમય થી અત્યાર સુધીમાં સફાઈ ના અભાવે ગંદકી નું સામ્રાજ્ય સર્જાયો હોય ગંદકીની સાથે સાથે કચરા ના ઢગ પણ ખડકાયા છે. રેલવેના બીજા ઘરનાળા વિસ્તાર માંથી અંબાજી નેળીયા સહિત હાઇવે વિસ્તારની તમામ સોસાયટીના રહીશો આ રસ્તા ઉપર થી પસાર થાય છે અહીં ગંદકી અને કચરાના ખૂબ મોટા ઢગ પડેલા છે છતાં ધોર નિંદ્રા માં સુતેલી પાટણ નગરપાલિકા ના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આ વિસ્તારની સફાઈ કામગીરી નહિ કરાવતા લોકો મા રોગચાળો ફેલાવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે સતાધીશો આ વિસ્તારની મુલાકાત લઇ તાત્કાલિક આ કચરો અને ગંદકી દૂર કરવા પ્રયત્ન શિલ બને તેવી લોકમાગ સાથે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી છે.