હાઇવે ઓથોરિટી ની બેદરકારી ને લઇ ભરાતાં વરસાદી પાણી ને લઇ હાઇવે પર અકસ્માતની ભિતિ
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા કુપટ વડાવલ વચ્ચે આવેલા મહાદેવપુરા નજીક નાળાપાસે ના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે ઓથોરિટીની બેદરકારી ને લઇ સર્વિસ રોડ પર ભરાતાં પાણી ને લઇ અકસ્માત ની પણ ભિતિ સેવાઈ રહી છે હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ પ્રિ-મૌન્સૂન ની કામગીરી એળે જતી જોવા મળી રહી છે ભારે વરસાદ થાય તો સર્વિસ રોડનું ભરાયેલ પાણી નેશનલ હાઇવે પર પણ આવી શકે છે પરંતુ અત્યારે સર્વિસ રોડ પર ભરાયેલ પાણી થી રાહદારીઓ અને વાહન ચાલકો ને પાણી મા ચાલવા ની ફરજ પડી છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ભરાતાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

