પાટણ એલસીબી પોલીસે સમી પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુરા ગામ નજીકથી ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અંતર્ગત ગેરકાયદે હથિયારો શોધવાની કામગીરી ચાલી રહી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની આગેવાની હેઠળની ટીમને મળેલી બાતમીના આધારે શેરપુરા ગામ નજીક કેનાલ પાસેથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીની ઓળખ રફીક ઉર્ફે સોઢાભાઈ (રહે. મેરા, તા. દશાડા, જિ. સુરેન્દ્રનગર) તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 2,500ની કિંમતની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી છે. આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને વધુ તપાસ માટે સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- May 31, 2025
0
132
Less than a minute
You can share this post!
editor