ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ બ્લાસ્ટકાંડમાં સંડોવાયેલા આરોપીઓ ખુબચંદ અને દીપકને ડીસા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. ડીસાની પહેલા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ન્યાયાધીશ કે.આર.શર્માએ સરકારી વકીલ શૈલેષ ગોસ્વામી અને બચાવ પક્ષના વકીલ પંકજ શર્માની લાંબી દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, પોલીસે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કોર્ટે આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના કારણે પોલીસને આ કેસની વધુ તપાસ માટે સમય મળશે.

- April 4, 2025
0
75
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next