કડી નગરપાલિકાની ઍમ્બુલન્સ કડી તાલુકાના વિસલપુર ગામની સીમમાં આવેલ મુખ્ય નર્મદા કેનાલ ઉપર પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાની બચી ગઈ હતી. એમ્બ્યુલન્સમાં કોઈપણ પેશન્ટ હતું નહીં અને મોડી રાત્રે અચાનક જ ડ્રાઇવર એ સ્ટેયરીંગ ઉપરનું કાબૂ ગુમાવી દેતા નવી ઍમ્બુલન્સ પલટી થઈ ગઈ હતી અને ડાઈવરે અકસ્માત સર્જ્યો હતો.
ગત મોડી રાત્રે કડીના થોળ રોડ ઉપર આવેલ નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતેથી ડ્રાઇવર ઍમ્બુલન્સ લઈને નીકળ્યો હતો. કડી આદુન્દ્રા ગામ પાસે આવેલ વિસલપુર ગામની સીમમાં મુખ્ય નર્મદા કેનાલ પર અચાનક જ ડ્રાઇવરે ટ્રેનિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા ઍમ્બુલન્સ પલટી ખાઈ ગઈ હતી. જ્યારે સદનસીબે એમ્બ્યુલન્સમાં એક પણ પેશન્ટ હાજર હતું નઈ જેથી મોટી જાનહાની ટળી હતી.