અંબાજી ત્રિશુલિયા ઘાટ પર ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બીજા અકસ્માતમાં ટ્રકે પોલીસની ગાડીને અડફેટે લીધી છે. ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોનો આબાદ બચાવ થયો છે.ટ્રેલરમાંથી ફસાયેલા ડ્રાઇવરને મૃતદેહને મહામુસીબતથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અંબાજી તરફથી એક ટ્રેલર બીજું દાંતા તરફ જઈ રહ્યું હતું. તે ટ્રકની બ્રેક ફેલ થતાં બે પોલીસની ગાડીને અડફેટે લીધી હતી. હાજર પોલીસ અને સ્થાનિક લોકો જીવ બચાવીને ભાગ્યા હતા, આ ઘટનામાં પોલીસના વાહન પણ અકસ્માતનો ભોગ બન્યા છે. અવારનવાર ઘાટીમાં અકસ્માત થાય છે. એકનું મોત અને એક ગંભીર રીતે ઘયલ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
- September 13, 2025
0
194
Less than a minute
You can share this post!
editor

