રવિ સિઝનમાં જ યુરિયા ખાતરની કૃતિમ અછત ઉભી કરી ખેડૂતો ને પરેશાન કરાતા હોવાના પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કરાયા પાટણ પંથકમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને સવારથી જ લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. ખેડૂતોને અત્યારે રવિ પાક મોલમાં આવવાની સીઝન હોવાથી યુરીયા ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડે છે અત્યારે રવિ પાકમાં પાટણ જિલ્લાની અંદર તમાકુ,ગાજર,ઘઉં, કપાસ,એરંડા,અજમો, રાયડો, રાજગરા જેવા વિવિધ પાકોનું વાવેતર કરવાનું થતું હોવાથી ખેડૂતો ને ખૂબ મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થાય છે.
ત્યારે યુરિયા ખાતરની પાટણ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતમાં વતૅમાન સરકાર કૃત્રિમ યુરિયાની અછત ઊભી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દ્રારા કરવામાં આવ્યાં છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં અત્યારે ખેડૂતો બાપરા બિચારા બની સવારથી યુરીયા ખાતર મેળવવા માટે પાટણ શહેર સહિત પંથકમાં રઝળપાટ કરતા જોવા મળે છે.ત્યારે પાટણ શહેરમાં યુંરીયા ખાતર ની ગાડી ન આવે તો આખો દિવસ બગાડી ખેડૂત વીલા મોઢે ઘરે પરત ફરે છે અને ગાડી આવે ત્યારે માત્ર ને માત્ર એક કે બે થેલી ખાતર મેળવી ખેડૂત ને સંતોષ માનવો પડતો હોય છે.
તો કેટલાક સ્ટોરમાં યુરિયા ખાતરની સાથે સાથે અન્ય ખાતર પણ ખેડૂતો ને પધરાવવામાં આવતું હોવાના આક્ષેપ વચ્ચે શહેર કોગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોએ યુરિયાની સાથે કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવું સ્ટેટમેન્ટ મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે. છતાં ખેડૂતોને યુરિયા વિતરકો દ્રારા ખાતર પધરાવતા હોવાના કારણે કયારેય ખેડૂતો અને વિતરકો વચ્ચે ઘર્ષણ ના બનાવો બનતા હોવાનું જણાવી પાટણ શહેર કોગ્રેસ પ્રમુખે પાટણ શહેર સહિત પંથકના ખેડૂતો ને પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાની માગ કરી હતી.