આગામી 9 જૂન સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન નોધણી થઈ શકશે
બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા 20 યોજના હેઠળ સહાય અપાશે; બનાસકાંઠા જિલ્લામા બાગાયતી ખેતીને વેગ આપવા માટે સરકાર દ્વારા જુદી જુદી 20 યોજના હેઠળ બાગાયત વિભાગ દ્વારા બાગાયતની ખેતી કરતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ખેડૂતોને નવી જ આઇ ખેડૂત પોર્ટલ 2.0 પર ફરજિયાત નોંધણી કરાવવાની હોય છે. જે ખેડૂતોની નોંધણીનો 10 મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આધુનિક ખેતી આપનાવવા માટે બાગાયત વિભાગ દ્વારા નાની નર્સરી,કલમોના બહોળા ઉત્પાદન માટે પલાન્ટિંગ મટીરીયલ,પોલી હાઉસ/હાઈબ્રીડ/રિટ્રેકટેબલ માળખા સહાય, નેટ હાઉસ/એગ્રો ટેક્સટાઈલ નેટ હાઉસ,પ્રિ કુલીગ યુનિટ,મોબાઈલ પ્રિ કુલીગ યુનિટ,કોલ્ડ સ્ટોરેજ યુનિટ,લો કોસ્ટ ડુંગળી,લસણના સંગ્રહ માટે સહાય, સોલાર કોપ ડ્રાયર સહિત 20 જેટલી
યોજના હેઠળ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે.જે સહાય મેળવવા માટે ખેડૂતોને ખેડૂત આઇ પોર્ટલ પર નોંધણી ફરજીયાત કરાવવાની હોય છે. જે નોંધણી તા.10 મેથી 9 જૂન સુધી કરવામાં આવશે. જેને લઇ જે ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય તેમને સરકારી સહાય મેળવવા પોતાની આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવી લેવા બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે.
નોંધનીય છે કે,સરકારના બાગાયત વિભાગ દ્વારા કૃષિ યાંત્રિકરણને પણ પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ ખેડૂતોને ખેતીના સાધનો જેવા કે મીની ટ્રેકટર 20 પીટીઓ એચપી સુધીના, કલ્ટીવેટર (મીની), રોટાવેટર (મીની),પાણીનું ટેન્કર (મીની) ટ્રેલર (મીની) લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 31 મે સુધીમાં નોંધણી કરાવવાની રહેશે.
નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે; બાગાયત વિભાગના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ 2025/26 થી નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી જોરાવર પેલેસ પાલનપુર કચેરીના સરનામે જમા કરાવવાની રહેશે.

