વાવના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી વાવ થરાદ સહિત ભાભર સુઇગામ વિસ્તારની તમામ કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતોની મુસીબત માં મુકાયા સાથે કેનાલમાં પાણી બંધ કરાતાં ઘાસની અછત ઉભી થવાની ખેડૂતોની ભીતિથી ચિંતિત
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી થરાદ વાવ સુઈગામ સહીત ભાભર વિસ્તારમાં ખેડૂતોના સુખાકારી માટે બ્રાન્ચ કેનાલો તેમજ માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. જોકે ખેડૂતોને ઉનાળે પિયત માટે પાણી ચાલુ રહેશે અને પાણી ચાલુ રહેતા ખેડૂતોએ ઉનાળું પિયત ઘાસ જુવાર બાજરી શહીત પાકોનું વાવેતર કરી નાખ્યું હતું અને ગત તારીખ 31 માર્ચ થી તમામ બ્રાન્ચ કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા જોકે ઉનાળાની સિઝનમાં પાણીની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતોએ સરકાર પાસે ઝડપી પાણી આપવા આવે તેવી માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના વિસ્તારના ગામડાઓમાં પૂરતા ભૂગર્ભ જળ ના હોવાના કારણે ખેડૂતો બોરવેલ થી પૂરતા પ્રમાણમાં પિયત કરી શકતા નથી તેના કારણે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે નર્મદા નિગમ દ્વારા બ્રાન્ચ કેનાલો માઇનોર કેનાલો અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલો બનાવવામાં આવે છે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવા આવી રહી છે. ત્યારે શિયાળું સિઝન પૂર્ણ થતાં કેનાલોમાં પાણી ચાલુ રહેતા ખેડૂતોએ ઉનાળું બાજરી જુવાર અને ઘાસ જેવા પાકોનું વાવેતર કર્યું છે. જેમાં ગત માર્ચ 31 ના રોજ તમામ બનાસકાંઠાની બ્રાન્ચ કેનાલોમાં ખેડૂતોને મળતું સિંચાઈ માટેનું પાણી બંધ કરાતા ખેડૂતો ના ધબકારા વધી ગયા અને ખેડૂતો ચિંતિત બન્યા હતા. સાથે રાજ્ય સરકાર પાસે ખેડૂતો પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.
સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યાર ઘાસના ભાવ આસમાને છે અને પૈસા આપતાં પૂરતો ઘાસ ચારો મળતો નહીં કેનાલમાં પાણી બંધ થતાં પશુઓમાં દુઃખ પણ ઓછું થઈ જાય પૂરતું પશુઓને લીલું ઘાસ ના મળવાના કારણે ત્યારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રાન્ચ કેનાલોમા પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.
વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત કરી; વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં 31 માર્ચથી જે કેનાલમાં પાણી બંધ કરાયું છે તે પણ 30 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે તો આ વિસ્તારમાં ક્યાંય અન્ય પાણીનો પૂરતો સ્ત્રોત ના હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે અને પશુઓને પૂરતો લીલો ઘાસચારો નહીં મળે તો દૂધમાં ઉત્પાદનમાં ઘટ થશે જો પાણી છોડવામાં આવે તો પશુઓને લીલો ઘાસચારો મળે અને દૂધમાં વધારો થશે તેમજ જીવદયા નું પૂર્ણય મળશે. પાણી છોડવામાં આવે તો પીવા માટે પાણીની પણ સમસ્યાઓ હલ થઈ જાય.
ખેડૂતોએ જણાવ્યું હતું કે ઉનાળુ સિઝન માટે પશુઓ માટે ઘાસ જુવાર અને બાજરી નું વાવેતર કર્યું છે. પણ હવે પાણી બંધ કરાતાં અમારી તો મુશ્કેલીઓ વધી ગઈ છે. અમારે અન્ય કોઈ બોરલવેલની સુવિધા ના હોવાથી કફોડી હાલત સર્જાશે તો સરકાર અમારી ખેડૂતોની વેદન સમજી અને ઉનાળુ જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમને પૂરતું પાણી મળી રહે તેના માટે બ્રાન્ચ કેનાલો સહિત ગામડાઓમાં સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે પાણી છોડવામાં આવે તેવી માંગ છે. પાણી નહિ છોડવામાં આવે તો અમારે મુશ્કેલીઓ વધી જશે અને પશુઓને પૂરતો લીલો ઘાસ ચારો નહીં મળે તો દૂધ ઉત્પાદન માં મોટી ઘટ થશે તેથી પશુ પાલકોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવશે
31 માર્ચ થી કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતો એ કરેલ ઉનાળુ જુવાર બાજરી ઘાસ સહિત રજકા નો પાક બળવા લાગતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી અત્યાર સરહદી વિસ્તારના ખેડૂતો મોટા ભાગના ખેતરોમાં વસવાટ કરતા હોવાથી અને અન્ય ઉદ્યોગ ના હોવાથી માત્ર એક ખેતી અને પશુપાલન નો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.