મગફળીના પાક રોગચાળો આવતા પત્તા સુકાઈ જતા ઉત્પાદન સાથે ઘાસચારામાં પણ મોટો ફટકો પડયો
સતત વરસાદના કારણે મગફળીનું પાછોતરરૂ વાવેતર કરેલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
બનાસકાંઠા પંથકમાં ચાલુ સાલે વહેલા વરસાદના કારણે ખેડૂતો મગફળીનું વાવેતર સમયસર કરી શક્યા ન હતા અને વાવેતર કર્યા બાદ પણ સતત વરસાદના કારણે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે મગફળીના પાકમાં સુકારાની અસર જોવા મળતા મગફળીનો લીલો છમ પાક એકદમ સુકાઈને પતાઓ પણ ખરી પડતાં મગફળીના દાણા અને ઘાસચારામાં પણ ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે.
ડીસા પંથકમાં ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર વધુ થતું હોય છે. પરંતુ ચાલુ સાલે વાવેતર ના સમય સતત વરસાદ પડતા મોટાભાગના ખેડૂતો સમયસર વાવેતર કરી શક્યા નથી અને જેના કારણે હાલ મગફળીના ઉત્પાદનમાં ૫૦ થી ૬૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ઉત્પાદન ઘટતા ખેડૂતોને મગફળીમાં માંડ ખર્ચ નીકળે તેવું લાગી રહ્યું નથી. જોકે ચાલુ સાલે મગફળીના ટેકાના ભાવ પણ રાજય સરકારે સારા જાહેર કર્યા છે પરંતુ માર્કેટયાર્ડમાં મગફળી ભરાવતા ખેડૂતોને મગફળી નો પાક કોડીના ભાવે વેચવો પડી રહ્યો છે. ત્યારે ઉત્પાદનની સાથે માર્કેટયાર્ડમાં મગફળીના સારા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. હાલમાં ચોમાસુ મગફળી લેવાની સીઝન પુરજોશમાં ચાલુ છે. પરંતુ ઉત્પાદન ન થતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી રહી છે
રાજ્ય સરકારના ટેકાના ભાવ કરતાં ખેડૂતોને માર્કેટયાર્ડમાં 200 થી 300 રૂપિયા નીચા ભાવે વેચવા મજબૂર
રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહે તે માટે ટેકાનો ભાવ જાહેર કર્યો છે તે મુજબ પ્રતિમણ 1,452 ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો એક સિઝન લઈ અને બીજી સિઝનનું વાવેતર કરતા હોય છે જેથી મજબુરી થી ખેડૂતોએ પકવેલ પાક માર્કેટયાર્ડમાં વેચવો પડે છે પરંતુ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા 200 થી 300 રૂપિયા નીચો હોવા છતાં જિલ્લાના ખેડૂતોએ મગફળીનો પાક વેચવા મજબૂર બન્યા છે.
મગફળીનું પાછોતરૂ વાવેતર કરેલ પાક ખેતરોમાં જ ઉભો સુકાવા લાગ્યો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હવામાનની વિપરીત અસરો ને લઈ ખેતી પાકો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને મગફળીના પાછોતરા વાવેતર કરેલ પાક ખેતરોમાં ઉભો પાક સુકાવા લાગતા ઉત્પાદનમાં મોટો ઘટાડો સાથે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શિયાળાની ઋતુ દરમિયાન ઘાસચારાની મોટી તંગી સર્જાવવાની શક્યતાઓ
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસું ઋતુમાં સતત વરસાદના કારણે અનેક ખેડૂતોએ ખેતીપાક માં મોટું નુકસાન થયું છે. જેમાં મગફળી બાજરી સહિતના પાકોમાં અસલ થતાં જેથી આવનાર શિયાળાની ઋતુ દરમિયાન જીલ્લામાં ઘાસચારાની મોટી તંગી સર્જાવાની એ શક્યતાઓ ખેડૂતો અને પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે.

