પાટણ-સિધ્ધપુર માગૅ પર ટેન્કર પાછળ કાર ધૂસી : કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો

પાટણ-સિધ્ધપુર માગૅ પર ટેન્કર પાછળ કાર ધૂસી : કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો

અકસ્માત ની ધટનાઓ રોકવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે માર્ગો પર પેટ્રોલિંગ સધન બનાવવા લોકમાંગ ઉઠી

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે દોડતા વાહન ચાલકો દ્વારા અનેક વખત નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આવો જ એક ગંભીર માગૅ અકસ્માત રવિવારે સવારે પાટણ- સિધ્ધપુર હાઈવે પર કનેસરા- રામનગર વચ્ચે સજાનો હતો. જોકે આ અકસ્માત માં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અકસ્માત ની ધટના મા રવિવારે સવારે પાટણ- સિધ્ધપુર હાઈવે પરથી પસાર થઇ રહેલ એક ટેન્કરની પાછળ પુરઝડપે આવી રહેલ કાર ચાલક ધડાકા ભેર અથડાતાં કારની આગળ નો ભાગ કચચરઘાણ થયો હતો. જોકે કારમાં સવાર ચાલક સહિત ના ઈસમો નો આબાદ બચાવ થતાં લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ જિલ્લાના હાઈવે માગૅ પર અવાર નવાર સજૉતા આવા માગૅ અકસ્માત ના બનાવોને અટકાવવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે માર્ગો પર પેટ્રોલિંગ સધન બનાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *