પાંથાવાડામાં ૬.૯૧.૯૦૦ રૂપિયાના સોનાં ચાંદીના દાગીનાની ચોરી; દાંતીવાડાના પાંથાવાડામાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પરિવાર રાત્રે લગ્ન પ્રસંગે થી ઘરે આવી ને ધાબા પર સૂતો હતો અને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રિના સુમારે સોના ચાંદીના લાખો રૂપિયાના ઘરેણાં લઈ રફુચક્કર થઈ ગયા હતા.
બનાવની વિગત મુજબ તા.૮ એપ્રિલની રાત્રે ખેતરમાં બનાવેલ મકાનમાં મકાનના પાછળના ભાગના દરવાજાનું હેન્ડલ તોડી તસ્કરોઓએ અંદર પ્રવેશ કરી મકાનમાં રાખેલ પતરાની પેટી તોડી અંદર પડેલ સોનાના દાગીના વજન આશરે ૫૬ ગ્રામ જેની કિંમત રૂપિયા ૪૪૮૦૦૦ તથા ચોંદીના દાગીના ૩ કિલો ૯૫૦ ગ્રામ તેની કિંમત રુપિયા ૨,૪૮,૯૦૦ એમ મળી કુલ કિંમત રૂપિયા ૬,૯૬,૯૦૦ ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા ખેડૂત કાંતિભાઈ પ્રભાભાઈ ચૌધરી રહે. પાંથાવાડા વાળાએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ છે.


