હાલમા પણ 1808 ક્યૂસેક પાણીની આવક; બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ બનાસ નદીમાં પાણીની આવક વધી છે, જેના કારણે ડેમની સપાટી 600.05 ફૂટ સુધી પહોંચી ગઈ છે. હાલ ડેમમાં દરરોજ 1808 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમ ભરાતાં ખેડૂતોમાં આશાવાદ જાગ્યો છે. ખાસ કરીને રવિ સિઝનની ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે. જ્યારે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન ઉતરવા સુચના આપી છે.તો બીજી તરફ ડેમ જોવા માટે લોકોની ભીડ ઉમટતાં કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ડેમ ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે.
- September 14, 2025
0
184
Less than a minute
You can share this post!
editor

