કોઇપણ વાહન ચાલક હોય ટ્રાફિકના નિયમોનું સખત પાલન કરવું પડે અને જાગૃતી રાખવી પડે અને જો ના રાખે તો ક્યારેક જીવલેણ અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમો દ્વારા ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં વાહન ચાલકોના અકસ્માત ના થાય તેમાટે અને ટ્રાફિક જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાય છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોડાસાના ગાઝણ ટોલબુથ પાસે જિલ્લા પોલીસ વડા, એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત પોલીસ સ્ટાફ દ્વારા આવનારા ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી બાઇક ચાલકોના વાહનમાં દોરી ભરાઈને અથવા ગળામાં દોરી ભરાવાથી જીવલેણ અકમસ્માતો થાય છે એ નિવારવા માટે બાઇક પર સળિયો લગાવીને અકસ્માત નિવારવાના પ્રયત્ન કર્યા હતા.

- January 8, 2025
0 1,750 Less than a minute
You can share this post!
editor