મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફના ડેરી રોડને આઇકોનિક બનાવવાની કામગીરી દરમિયાન નંખાયેલા સ્ટ્રીટલાઇટના પોલ વખતે અંડર ગ્રાઉન્ડ ગટર કે પાણીની લાઇન લિકેજ થવાના લીધે પાણી આખા રાધે કોમ્પલેક્ષ આગળ વહેતું હોય છે.
લોકો 15 દિવસથી તોબા પોકારી ઉઠ્યા છે છતાં મહાનગરપાલિકા તંત્ર નગરોળની જેમ નિદ્રાધીન રહ્યાની બુમરાડ ઉઠી છે.રાધે કોમ્પલેક્ષ આગળ બેંક, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, ઇમેજિંગ સેન્ટર સહિતના એકમો હોઇ લોકોનો સતત આવનજાવનમાં ઘસારો રહેતો હોય છે. ઇલેકટ્રીક પોલ નીચેના ભાગેથી પાણી કે ગટર લીકેજના પાણી આખા રસ્તા સાઇડ ફેલાઇ રહ્યા છે. જેના લીધે લોકોને પાણીમાંથી પસાર થવુ પડી રહ્યું છે.

