નશીલા પદાર્થોનું સેવન વધી જતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો: ડીસા શહેરમાં પોલીસ અસમાજીક તત્વો સામે લાલ આંખ કરે તે અત્યન્ત જરૂરી છે શહેરમાં ગુનાહીત પ્રવૃતિઓમાં ઘટાડો થયો હોય તેવું હાલના સમયમાં દેખાતું નથી. આજેપણ અસમાજીક તત્વો બેફામ બની ગયાં છે. જેથી સ્થાનિક રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.ડીસા પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નશીલા પદાર્થોનું સેવન દિનપ્રતિદિન વધી રહ્યું જેમાં ખાસ કરીને દેશી વિદેશી દારૂનું વેચાણ અને નશીલા પદાર્થોનું સેવન પણ ગામડા સુધી પહોંચી ગયું છે જેને લઇને ડીસા રૂરલ પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
નશાખોરોના ત્રાસથી રહીશોને રાત્રે ઘરની બહાર નીકળવું મુશ્કેલ; ત્યારે ડીસાના ટેકરા વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધી જતા આ મામલે ડીસા આખોલ ટેકરા વિસ્તારના અરજદારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં રાત દરમિયાન ટેકરા વિસ્તારમાં અસમાજીક તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતાં હોવાથી રોજબરોજ અવરજવર કરતાં સ્થાનિકો પણ ભય અનુભવી રહ્યા છે. અહીં નશીલા પદાર્થોનું સેવન કરીને બેસી રહેતાં અસમાજીક તત્વો દ્વારા મારામારી કરી ગંદી ગાળો બોલીને હેરાન પરેશાન કરવામાં આવે છે. આ બાબતે તાત્કાલિક અસરથી આખોલ નાની જુના ટેકરા વિસ્તારમાં રાત દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને નશીલા પદાર્થોનું સેવન કરી સ્થાનિકોને હેરાન પરેશાન કરતા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે.