અમારી પાસે પાકો શેડ કે પૂરતું મકાન ન હોવાથી માલ બગડી ન જાય અને સાથે હાલમાં વરસાદ પણ નહતો હતો એટલે કપાસ વેચવા માર્કેટ યાર્ડમાં આવ્યા છીએ ખેડૂત : હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું એટલે કે ત્રણ દિવસ આ કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે એટલું જ નહીં તેની સાથે સરકાર દ્વારા પણ ખેડૂતોનો પાક સલામ અને સાવચેતીના પગલાં લેવા પરિપત્ર જાહેર કર્યો છે જેને લઇ દાંતા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને પોતાની જણસી માર્કેટ યાર્ડમાં નહિ લાવા સૂચનાઓ કરી છે, જેને લઇ દાંતા એપીએમસીમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો, ને એકલ દોકલ ખેડૂતો પોતાનો પાક લઈ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા. આ ખેડૂતોને માલ મૂકવા ઘરમાં જગ્યા ન હોવાથી અને સાથે આજે વરસાદ રોકાયેલો હતો એટલે માલ લઈને આવ્યા છે પણ હવે તેમને પણ ના પાડી દેવામાં આવી છે.
જ્યારે ખેડૂતો પોતે જણાવી રહ્યા છે કે હાલમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ને અમારા ખેતરમાં પાકેલો માલ મુકવા માટે અમારી પાસે પાકો શેડ કે પૂરતું મકાન ન હોવાથી માલ બગડી ન જાય અને સાથે હાલમાં વરસાદ પણ નહતો હતો એટલે કપાસ વેચવા માર્કેટ યાર્ડમાં આવ્યા છીએ અને આ માલ વેચી અમે નાણાં પણ લઈ લીધા છે પણ હવે દશરથસિંહ બારડ ખેડૂત તેમને પણ જણાવ્યું હતું કે વરસાદ ની આગાહી પૂરી ના થાય ત્યાં સુધી વરસાદની ત્યાં સુધી કોઈ ખેડૂત માલ લાવશે નહીં જ્યારે વરસાદની આગાહી ના પગલે માર્કેટયાર્ડમાં પડેલો કેટલોક માલ માર્કેટ યાર્ડના વેપારીઓએ તાડપત્રીથી ઢાંકીને મૂક્યો છે જેથી જો વરસાદ પડે તો તે માલ બગડી ના જાય.