બનાસકાંઠામાં ઝડપાયેલ માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક નાશ કરાયો

બનાસકાંઠામાં ઝડપાયેલ માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક નાશ કરાયો

21 જેટલા ગુનામા કબજે કરાયેલ ગાંજો,પોષડોડા, ચરસ અને એમડી ડ્રગ્સ કરાયો

જિલ્લામા રૂ.1.81 કરોડનો 4823 કિલો માંદક પદાર્થ ઝડપી લેવાયો હતો; બનાસકાંઠા જિલ્લામા વિવિધ પોલીસ મથકોની હદ વિસ્તારમાં પાછલા પાંચ વર્ષમાં જુદા જુદા 21 ગુનામા ઝડપેલા રૂ.1.81 કરોડ ઉપરાંતની કિંમતના માંદક પદાર્થોનો જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કચ્છના ભચાઉ નજીક એક ફેકટરીમાં નાશ કરવામાં આવ્યો છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામા વિદેશી દારૂની સાથે માંદક પદાર્થોની હેરાફેરી થતી હોય સ્થાનિક તેમજ એલસીબી, એસઓજી સહિતની પોલીસ દ્વારા માંદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સધન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા પાંચ વર્ષમા અંબાજી, અમીરગઢ, અગથળા, છાપી,ડીસા રૂરલ, થરા, શિહોરી,ધાનેરા,વડગામ, હડાદ સહિતના વિસ્તારોમા માંથી 21 જેટલા નાર્કોટિકસ ગુનામાં રૂ.1.81 કરોડ ઉપરાંતની કિંમતનો 4823 કિલો ગ્રામ પોષડોડા,ગાંજો,ચરસ, એમડી ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપાયો હતો જેનો નાશ કરવા કોર્ટે આદેશ કરતા જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પાલનપુર ડીવાઇએસપી, એસઓજી પીઆઇની ઉપસ્થિતિમાં માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક આવેલ જૂના કટારીયા ગામની સૌરાષ્ટ્રા એન્વાયરોમેન્ટ ફેક્ટરી ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *