ધાનેરા તાલુકા ના ગોલા ગામ ખાતે સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે બેફામ રીતે અતિ અમૂલ્ય પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. ધાનેરા તાલુકાના સિંચાઇ ના પાણીનો વિકટ સંકટ છે. જેને લઇ ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના મોટા ભાગના ગામડાઓ મા નર્મદા નું પાણી પાઇપ લાઈન થી આપવામાં આવે છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારી ના કારણે પાણીનો વેડફાટ અટકતો નથી ધાનેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં પાણીની પરબ અને પાણીના હવાડા મોટા ભાગે ખાલી પડ્યા છે.
બીજી તરફ પાણી માટે લાખોના ખર્ચે બનેલા હવાડા અને પરબ મા પાણી નથી જો કે ભૂગર્ભ ટાંકી મા પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનો ને પાણી મળી રહે તે માટે પાણી આપવામાં આવે છે. જો કે કોઈ દેખરેખ અને પાણી બાબતે ધ્યાન ના આપતા પાણી વેડફાઇ રહ્યું છે. અને નજીક મા આવેલ પાણીનો હવાડો ખાલી પડ્યો છે. ધાનેરા પર ઘેરાયેલ પાણીના સંકટ ને સ્થાનિક તંત્ર ગંભીરતા પૂર્વક લઈ પાણીનાં વેડફાટ ને અટકાવે એ જરૂરી છે. ગોલા ગામમાં પાણીનો વેડફાટ અટકાવી પાણીના હવાડા અને પાણીની પરબ સુધી પાણી પોહોચે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે.