તંત્ર દ્વારા સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશોની માગ; પાટણના સાલવીવાડા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશોના ઘરોમાં આવતા પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે. આ દૂષિત પાણી માંથી દૃગંધ આવી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. દૂષિત પાણીના સેવનથી વિસ્તારમાં ઝાડા-ઉલટી જેવા પાણી જન્ય રોગોના કેસો વધ્યા છે. આ સમસ્યાથી બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને વિશેષ જોખમ ઉભું થયું છે.આ મુદ્દે અનેકવાર સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી છે. છતા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમની માગણી છે કે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે જેથી લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.
- July 21, 2025
0
341
Less than a minute
You can share this post!
editor

