બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ.વિભાગ, બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે ૨૭ આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ (શ્રીઅન્ન) આધારિત વાનગીઓ માટે પણ ૨૭ આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ ૫૪ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ટેક હોમ રાશન અને મિલેટ (શ્રીઅન્ન) બન્ને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉપરાંત, વર્ષ ૨૦૨૧-૨૨માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા.

- February 28, 2025
0
21
Less than a minute
You can share this post!
editor